ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેનારા ઈસમની ધરપકડ

copy image

copy image

ગાંધીધામના ગોપાલપુરી પાછળ ગેટ નજીક જાહેરમાં આંકડો લેતા એક ઈસમને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 2350 હસ્તગત કર્યા હતા. ગોપાલપુરી પાછળ રેલ્વે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટી સામે ગેટ પાસે ઢળતી બપોરના અરસામાં  કૈલાસ સોસાયટી ભારતનગરના નવીન મોહન સથવારા નામના ઈસમને પોલીસે દબોચી લીધો હતો. આ ઈસમ ગેટ પાસે બેસી ગ્રાહકો પાસે આંકડા લઈ પેન વડે ડાયરીમાં લખી રહ્યો હતો. દરમ્યાન અચાનક આવેલી પોલીસે આ ઈસમને પકડી પાડી રોકડ રૂા. 2350 તથા આંકડાનું સાહિત્ય હસ્તગત  કર્યું હતું. આ ઈસમ ઉપર કોને લખાવતો હતો તે કાંઈ બહાર આવ્યું નહોતું.