સેલારીના ફોજદારીના કેસમાં બે આરોપીઓને સજાનો હુકમ

copy image

copy image

copy image
copy image

રાપર કોર્ટમાં સેલારીના ફોજદારી કેસમાં બે આરોપીને સજા તથા અન્ય દંડ કરવાનો હુકમ થયો હતો . આ કેસની ટૂંક વિગતો મુજબ ઈજા પામનાર રાપર તાલુકાના સેલારીના કાનજી નરસંગ વાંટિયાએ આરોપી માદેવા લધા વાવિયા તથા રામી માદેવા વાવિયા વિરુદ્ધ ફોજદારી નોંધાવી હતી.  આ કેસ રાપરના જ્યુ. મેજિ. સંન્યાલની કોર્ટમાં ચાલી જતાં બન્ને આરોપીને તકસીરવાન ઠેરવી સજા તથા દંડનો હુકમ કર્યો હતો. દંડની રકમમાંથી રૂા. 10,000 ફરિયાદી-ઈજા પમનાર કાનજીને અપીલ સમય વીત્યા બાદ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષે સરકારી વકીલ વી.કે. હઠીલા અને વરિષ્ઠ ધારાશાત્રી આઈ.ડી. ગઢવીએ દલીલો કરી હતી.