વીડી-દેવરિયા માર્ગ પાસે બોલેરો ખાડામાં પડતાં યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

અંજાર નજીક વીડી દેવરિયા રોડ પર જઇ રહેલી બોલેરો ગાડી નીચે ઉતરી પાણીના ખાડામાં પડતાં મધ્યપ્રદેશના અફઝલ મોહંમદ બશીર નામના યુવાનનું મોત નીપજયું હતું.  અંજાર તાલુકાના વીડી-દેવરિયા રોડ  વીરોક કંપનીમાં કામ કરનારા અફઝલનું તા. 28ના મોત થયું હતું. કંપનીમાં કામ કરનાર ફરિયાદી એવો સુપરવાઇઝર વિક્રમ લખમણ વાઘા ઓડેદરા અને આ યુવાન બોલેરોને અંજાર આવ્યા હતા. શાકમાર્કેટમાંથી શાકભાજી લઇ સ્પેર વ્હીલમાં પંકચર કઢાવવા બંને ચિત્રકુટ સર્કલે આવ્યા હતા. ત્યાં દુકાન બંધ હોવાથી બંને પરત જઇ રહ્યા હતા. તેવામાં કોલસાની કંપની પાસે પહોંચતાં બોલેરો રોડ પરથી નીચે ઉતરી જતાં પાણીના ખાડામાં જઇને પડી હતી અને બંને યુવાન ડૂબવા લાગ્યા હતા. જેમને આસપાસના લોકોએ બહાર કાઢ્યા હતા. ચાલકને વધુ ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.