પૂર્વ કચ્છમાં પત્તા ટીંચતા 24 ખેલીની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસે જુગાર અંગેની ત્રણ કાર્યવાહી કરીને 24 ખેલીને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 97,800 હસ્તગત કરાયા હતા. ભચાઉ તાલુકાના શિકરા ગામમાં જુવાનસિંહ પથુભા સોઢાનાં ઘર પાસે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે સાંજના અરસામાં પોલીસે છાપો માર્યો હતો. અહીંથી ઘનશ્યામસિંહ વેલુભા જાડેજા, નારણ સુજા સંઘાર, સવા ઉમર સંઘાર, લખમણ નાથા સંઘાર, વિનોદ હેમરાજ ઠક્કર, અશોક ધનજી સોઢા, ચનુભા બાલુભા જાડેજા, મનજી દેવા ભીલ અને ગણપતસિંહ વખુભા જાડેજા નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 55,300 તથા આઠ મોબાઈલ અને ગંજીપાના એમ કુલ રૂા. 1,26,300નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. બીજીબાજુ ગાંધીધામના ગળપાદરમાં બાગેશ્રી સોસાયટી, પાલ્મ સોસાયટીમાં પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં પ્લોટ નંબર 19, 20ની બાજુમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે નવીન રાઘવજી ઠક્કર, માધવ ઈશ્વર ઠક્કર, ધીરજ જગજીવન ઠક્કર, લખન ચૂનીલાલ ઠક્કર, ભરત નાનાલાલ ઠક્કર, પ્રેમજી અવચર પ્રજાપતિ, ઘનશ્યામ છોટેલાલ ઠક્કર તથા પ્રવીણ દયાલજી ઠક્કર નામના શખ્સોની અટક કરી રોકડ રૂા. 31,750 તથા છ મોબાઈલ એમ કુલ રૂા. 75,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રીજી કાર્યવાહી પણ ગળપાદરમાં નાગેશ્વર સોસાયટી ચોક પાસે કરવામાં આવી હતી. અહીંથી પોલીસે મનજી વેરશી કોળી, ખોડા મનજી કોળી, શૈલેશ હીરા ઠાકોર, સામજી મનજી કોળી, જિતેન્દ્ર રાયસંગ ઠાકોર, શંકર મેમા કોળી અને ધનજી ગોવિંદ કોળી નામના શખ્સોની ધરપકડ કરી રોકડ રૂા. 10,750 તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. 30,750નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.