રામવાવમાં દુકાનનું પતરું તોડી 12 હજારની ચોરી
રાપર તાલુકાના રામવાવ ગામમાં એક દુકાનના પતરા તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ તેમાંથી રોકડ રૂા. 12,000ની ચોરી કરી હતી. રામવાવ ગામમાં રહેતા ફરિયાદી ધીરજ ભચુ ઢીલા (આહીર) ગામમાં જ માધવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે. ગત તા. 13/9ના રાત્રે દુકાન બંધ કરી આ વેપારીએ તા. 14/9ના દુકાન ખોલતાં પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. તેમની આ દુકાન પાછળ આવેલા ગોદામનું પતરું તોડી તસ્કરોએ અંદર ખાબક્યા હતા અને દુકાનની બારીનું લોક તોડયું હતું. દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂા. 12,000ની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવને કારણે ચકચાર પ્રસરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.