નખત્રાણામાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી

copy image

copy image

નખત્રાણાની મેઇન બજારનાં એક ઘરમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નખત્રાણાની મેઇન બજારમાં અશ્વિનભાઇ ઉર્ફે બટુકભાઇ વિસનજી સોનીનાં ઘરમાં ધમધમતા જુગારના અડ્ડા પર સાંજના અરસામાં  નખત્રાણા પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં ગંજીપાના વડે જુગાર રમતા અશ્વિનભાઇ ઉપરાંત જિજ્ઞેશ દિનેશભાઇ ઠક્કર, હિરેન પ્રાણશંકર ભટ્ટ, નીલેશ પ્રેમજીભાઇ ઠક્કર અને જખુભાઇ હાથીભાઇ શેઠને રોકડા રૂા. 5800 અને પ્લાસ્ટિકના કોઇન તથા ગંજીપાનાના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.