ગુંદાલા ઓવરબ્રીજ નીચે કાર-બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બે યુવાનો ઘાયલ

copy image

copy image

મુન્દ્રા તાલુકાના ગુંદાલા ઓવરબીજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બે યુવાનોને ઈજાઓ થઈ હતી. આ અંગે  પાગપર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ હતી. પ્રાગપર પોલીસ સ્ટેશનમાં મોથાળા ગામના ઉમંગભાઈ લીલાધર ભાનુશાળીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તા.૯નાં સાંજે ૬ વાગ્યાના અરસામાં બાઇક લઈને અંજાર-મુન્દ્રા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન ગુંદાલા ઓવરબીજની નીચે પહોંચતાં સામેથી આવતા અલ્ટો કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં ઉમંગભાઈને માથાના ભાગે તેમજ તેમના મિત્રને ડાબી બાજુની પાંસળીમાં  ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાગપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.