રાપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા : બે નાસી છૂટયા

copy image

copy image

 રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ વાણિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. રાપરમાં વાણિયા સોસાયટીમાં રહેનાર દયારામ વાઘજી સુથાર નામનો ઈસમ પોતાના ઘરની આગળ જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દોરડો પડ્યો હતો. અહીં જાહેરમાં જુગાર રમતા પંકજગિરિ ઉમેદગિરિ ગોસ્વામી, દયારામ વાઘજી સુથાર, પ્રકાશ ડાયાલાલ ગાદલિયા નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે  નાગજી મારવાડી અને મનસુખ સુથાર નામના શખ્સો નાસી જવામાં  સફળ રહ્યા હતા. પકડાયેલા આ શખ્સો  પાસેથી રોકડ રૂા. 15,570 તથા ગંજીપાના જપ્ત  કરાયા હતા.