કોટડા (જ.)માં વૃદ્ધાની તળાવમાં તરતી લાશ મળી

copy image

copy image

નખત્રાણા તાલુકાના કોટડા(જ)ના તળાવમાંથી ૮૦ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કોટડા(જ) ગામના ધનબાઈ દાનાભાઇ ભદુ (ઉ.વ.૮૦) તા.૧૪ના વારે ૯:૩૦ વાગ્યાના અરસામાં કોઈ ને પણ કંઈપણ કહ્યા વિના ઘરેથી ચાલયા ગયા હતા જેમની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન તા.૧૫ના સવારે ૮ વાગ્યાના અરસામાં ગામના ભોદ્રાઇ તળાવમાં તરતી લાશ મળી આવી હતી. તેથી પોલીસને જાણ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.