બેરવાડી પાટિયા પાસે બાઇક પરથી પડતાં યુવાન ઘવાયો

ભુજ તાલુકાના બેરવાડી પાટિયા પાસે બાઇક પરથી પડી જતાં યુવાન ઘવાયો હતો. તેથી તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર લોરિયા ગામના વેલુભા ખેતાજી જાડેજા તા.૧૪ના બપોરના અરસામાં બાઇક લઇને લોરિયાથી સુમરાસર તરફ જઈ રહ્યો હતો. આ દરમ્યાન બેરવાડી પાટિયા પાસે બાઇક પરથી પડી જતાં તેને ઈજાઓ થઈ હતી. તેથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.