મુંદરામાં ટ્રેઈલર નીચે કામ કરી રહેલા બિહારના યુવાન પર ટાયર ફરી વળતાં કમકમાટીભર્યું મોત

dead-body-floor-60202053

copy image

copy image

મુંદરાના ધ્રબ પાસે ટ્રેઈલર નીચે મૂળ બિહારનો 21 વર્ષીય યુવક પ્રમોદકુમાર શિયામબહાદૂર રાય કામ કરી રહ્યો હતો, ત્યારે એકાએક  ટ્રેઈલર ચાલુ થઈ જતાં તેના શરીર પર ટાયર ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, મૂળ બિહાર હાલે રાશાસાપીર સર્કલ ધ્રબ-મુંદરા રહેતા પ્રમોદકુમાર રાય વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં રાશાસાપીર સર્કલ નજીક લંબુની હોટેલ સામે ટ્રેઈલર નીચે કામ કરી રહ્યો હતો અને ટ્રેઈલર ડાયરેક્ટ ચાલુ કરતાં જ ટ્રેઈલર એકાએક ચાલતું થઈ જતાં પ્રમોદકુમાર પર ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.