માંડવીમાં ચેક પરતના કેસમાં વેપારીને એક વર્ષની કેદની સજા
copy image

અમદાવાદના ધી રિયલ એન્ટરટેઈન્મેન્ટના માલિક હિરેન વિજેન્દ્રભાઈ વૈદ્ય જેઓ કેટરિંગનો વ્યવસાય કરે છે, તેમની સાથે મિત્રતાના નાતે માંડવીના વિવેક કેટરિંગ સર્વિસના માલિક જોષી કરૂણાશંકર શિવજીભાઈએ રૂપિયા ત્રણ લાખ તથા 1.પ લાખના બે મળી કુલ રૂા. 4.પ0 લાખ હિરેનભાઇના ખાતામાં જમા કરાવ્યા હતા. આ રકમ પરત કરવાના સમયે 3 લાખ તથા 1.પ લાખના મળી કુલ-ર ચેક નામજોગ કરૂણાશંકર જોશીને આપ્યા હતા. જેઓએ ચેક બેંકમાં જમા કરાવતાં ચેક આરોપીનું ખાતું બંધ હોવાનાં કારણે `એકાઉન્ટ ક્લોઝ્ડ’ના શેરા સાથે પરત આવેલા, જે અંગે કેસ દાખલ કરતાં એડિ. જ્યુ. મેજિ. ફર્સ્ટ કલાસ માંડવીના સ્વાતીબેન રાજબીરે આરોપી હિરેન વિજેન્દ્રભાઈ વૈદ્ય રહે. અમદાવાદને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો અને ફરિયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરિયાદીને વળતર પેટે એક માસની અંદર ચૂકવી આપવી, જો આરોપી રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 90 દિવસની સાદી કેસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ લક્ષ્મીચંદભાઈ જે. ફુફલ હાજર રહ્યા હતા.