ભુજના હમીરસર તળાવમાં અજાણ્યા યુવાનનું ડૂબી જતાં મોત
copy image

ભુજના હમીરસર તળાવમાં એક અજાણ્યા યુવાનનું કોઈપણ કારણોસર તળાવનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ ભુજના હમીરસર તળાવમાં સોમવારના સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં એક અજાણ્યા ૪૦ વર્ષના યુવાનનું કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને ફાયરબ્રિગ્રેડના સ્ટાફે પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા એડીની નોંધ પરથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.