કેરા પંચાયતના બોરમાંથી મોટર, પમ્પ, ભંગારની તસ્કરી
copy image

ભુજ તાલુકાના કેરા પંચાયતના વોટર સપ્લાયરના બોર પાસેથી રૂ.૧.૪૫ લાખની કિંમતની મોટર, પમ્પ અને ભંગારની ચોરી કરી ગયાની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાવાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કેરા પંચાયતના બોરમાંથી તસ્કરો ગત તા.૧૫ અને તા.૧૬ના સવારના ૭ વાગ્યા સુધીના સમયમાં રૂ.૧.૪૫ લાખની કિંમતની પાણીની મોટર, પમ્પ અને ભંગારનો જથ્થો ચોરી ગયાની ફરિયાદ વોટર સપ્લાયર નાનજીભાઈ માવજીભાઈ ભુડિયાએ માનકુવા મથકે નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી