ભચાઉમાં મકાનમાંથી રૂા. 29,000 નો શરાબ ઝડપાયો :આરોપી ફરાર

copy image

copy image

ભચાઉની સર્વોદય સોસાયટીમાં આવેલા એક મકાનમાં પોલીસે દોરડો પાડી મારી રૂા. 29,000નો દારૂ હસ્તગત કર્યો હતો, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. ભચાઉની સર્વોદય સોસાયટીમાં કાના રઘુ કોળી નામના શખ્સના મકાનમાં પોલીસે સાંજના અરસામાં  કાર્યવાહી કરી હતી. તેના કબજાના મકાનમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પહોંચેલી પોલીસને આ શખ્સ ઘરમાં હાજર મળ્યો ન હતો. તેના આ મકાનમાંથી ઓલ સિઝન્સ 750 મિ.લી.ની 36 બોટલ, મેકડોવેલ્સ નંબર 1ના 180 મિ.લી.ના 144 ક્વાર્ટરિયા તથા હેવર્ડ-5000 બિયરના 20 ટીન એમ કુલ રૂા. 29,000નો દારૂ હસ્તગત કરાયો હતો. ઘરે હાજર ન મળેલા આ ઈસમને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.