ગાંધીધામમાં વૃદ્ધાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો
copy image

ગાંધીધામના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર સુમલબેન કલ્યાણ મહેશ્વરી (ઉ.વ. 60)એ ગળેફાંસો ખાઇ અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીધામના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેનાર સુમલબેન નામના વૃદ્ધાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મહિલા ગત તા. 17/9ના રાત્રિના પોતાના ઘરે હતા દરમ્યાન, કોઇ અગમ્ય કારણોસર તેમણે ઘરની આડીમાં ઓઢણી બાંધી ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.