ચિત્રોડ પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

copy image

copy image

રાપર તાલુકાના ચિત્રોડ નજીક માતાજીનાં દર્શને જઈ રહેલા હીરા કરશન રબારી (ઉ.વ. 22)નું બાઈક ડિવાઈડરમાં ભટકાતાં આ યુવાનનું મોત થયું હતું. અંજારના તાલુકાના નવી દુધઈ ગામમાં રહેનાર હીરા રબારી નામનો યુવાન બાઈક લઈને હારીજ બાજુ લિંબોજ  માતાના દર્શન કરવા નીકળ્યો હતો. આ યુવાન એકલો બાઈકથી જઈ રહ્યો હતો. દરમ્યાન બપોરના અરસામાં ચિત્રોડ નજીક નાયરા પેટ્રોલ પંપથી થોડે દૂર તેનું બાઈક ડિવાઈડરમાં ભટકાતાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી પરિવારમાં અને સમાજમાં શોક ફેલાયો હતો.