દેશલપરની વાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 ખેલી જબ્બે
copy image

દેશલપર (વાં)ની વાડીમાં નાલ ઉઘરાવી ધાણીપાસા વડે જુગાર રમતા 10 ખેલીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 1,66,200 મળી કુલ 10,61,200નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો, જ્યારે એક નાસી છુટયો હતો, પ્રાપ્ત માહિતી મુજબ, દેશલપરની ઉગમણી બાજુની સીમમાં અબ્બાસ સુમાર બાફણ પોતાના કબજાની વાડીમાં બહારથી જુગાર રમવા ખેલીઓને બોલાવી નાખ ઉઘરાવી તથા રમવા માટેની સગવડો પૂરી પાડી જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઈસ્માઈલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, દિનેશ ટાયા મહેશ્વરી, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, હરેશ ભીમજી કોલી, અબ્દુલ સતાર ઓઢેજા, મોહમદ હનીફ અલીમામદ કુંભાર, કરણસિંહ દેવુભા ચુડાસમા, અબ્દુલ અદ્રેમાન સાડ, કેતન દેવજી મહેશ્વરી અને આસિફ જુસબ ચાકીને પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે સંચાલક અબ્બાસ નાસી છુટયો હતો. પકડાયેલા ખેલીઓ પાસેથી પોલીસે રોકડા રૂા. 1,66,200 તથા મોબાઈલ નંગ 10 કિ. રૂા. 65,000, બોલેરો જીપકાર કિ. રૂા. 3,00,000, કાર કિ. રૂા. 5,00,000 અને મોટર સાઈકલ કિ. રૂા. 30,000 મળી કુલ રૂા. 10,61,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.