કોટડા ગામની સીમમાંથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દોઢ લાખનો દારૂ જપ્ત

copy image

copy image

ભુજથી ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ નજીક અંજાર તાલુકાના કોટડા ગામની સીમમાંથી પોલીસે રૂા. 1,59,600નો દારૂ હસ્તગત  કર્યો હતો. ભુજથી ભચાઉ જતા ધોરીમાર્ગ ઉપર કાર  જઇ રહી હતી, જેના પૈડાં ફાટી જતાં આ કાર બાવળની ઝાડીમાં જઇને ઘૂસી ગઇ હતી. બાદમાં તેનો ચાલક કારમાંથી દારૂની પેઢીઓ કાઢી બાવળની ઝાડીમાં સંતાડી રહ્યો હતો ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. તેવામાં ઈસમ  નાસી ગયો હતો. જય ગોગા લખેલી આ ગાડી તથા બાવળની ઝાડીમાંથી પોલીસે 8 પી.એમ. 375 મિ.લી.ની 96, ગ્રીન લેબલ 375 મિ.લી.ની 336 બોટલ તથા કિંગફીશર બીયરના 840 ટીન એમ કુલ્લ રૂા. 1,59,600નો શરાબ હસ્તગત  કર્યો હતો. અકસ્માતના પગલે લોકો એકત્ર થઇ જતાં પોલીસે દારૂ અહીંથી ઉપાડી લઇ પોલીસ મથકે લઇ જઇ તેની ગણતરી કરી હતી. જપ્ત  કરાયેલ વાહનમાંથી બનાસકાંઠાના અરજણ કરશન વાઘેલા નામના શખ્સની વિમા પોલિસી હસ્તગત કરી હતી.