૧૩ ચોરાઉ મોબાઈલ ફોન સાથે ખારી રોહરનો શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે ખારીરોહરના પીર કોલોનીમાં રહેતા એક શખ્સને રૂ.૬૫ હજારની કિંમતના ૧૩ મોબાઈલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ બી ડિવિઝનના પી. આઈ. એસ.વી.ગોજિયાને બાતમી મળી કે, ખારીરોહરના પીર કોલોનીમાં રહેતા જાવેદ સિદિક સંઘાર નામના શખ્સ પાસે ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ છે. જેથી પોલીસે તાત્કાલિક વર્કઆઉટ કરી ખારીરોહર જવાના રસ્તામાં આવેલા ઈન્દિરા નગર ગેટ પાસે જોચ ગોઠવી હતી. પોલીસની વોચમાં જાવેદ સિદિક સંઘાર પસાર થતાં પોલીસે તેને દબોચી લઈ તેની તપાસ  લેતાં તેની પાસેથી ૧૩ નંગ અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવતાં પોલીસે મોબાઈલના આધાર પુરાવાની માગણી કરતાં જાવેદ સંધાર પાસે કોઈ આધાર નહીં હોવાથી પોલીસે શક પડતી મિલકત તરીકે રૂ.૬૫ હજારની કિંમતના ૧૩ મોબાઈલ જપ્ત  લઈ જાવેદ સિદિક સંઘારની ધરપકડ કરી હતી.