અંજારના મેઘપરમાં બાઈકની ચોરી કરનાર ઇસમની ધરપકડ
copy image

અંજારના મેઘપર બોરીચીમાંથી સાત મહિના પહેલાં બાઈકની ચોરીના ગુનામાં પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે અંજાર નજીક વોચ ગોઠવીને બાઈક ચોરી કરનાર આદિપુરના ઈસમને ઝડપી લઈ વાહનચોરીનો ભેદ ઉકેલીને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.અંજારના મેઘપર બોરીચીમાંથી સાત મહિના પહેલાં મોટર સાઈકલની ચોરી થવા પામી હતી અને અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અણઉકેલ ગુના અંગે પૂર્વ કચ્છ એલસીબીના પી.આઈ.એન.એન. ચુડાસમા, પી.એસ.આઈ. એમ. વી.જાડેજા અને ટીમ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવાની હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન ચોક્કસ મળેલી બાતમીના આધારે પોલીસે અંજારથી આદિપુર હાઈવે પર વોચ ગોઠવી હતી, જેમાં અંજાર નજીકથી આદિપુરમાં મુન્દ્રા સર્કલ પાસેના ઝૂંપડામાં રહેતા વિનોદ લાભશંકર રાવલને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિનોદ રાવલે બાઈકની ચોરી કર્યાની કબૂલાત આપતાં પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખી આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અંજાર પોલીસને સોંપી અપાયો હતો.