ભુજની નુતન સોસાયટીમાં વૃદ્ધનું લપસી જતાં મોત
copy image

ભુજમાં પગ લપસતાં ઘવાયેલા બુદ્ધરાજભાઈ થાવરભાઈ કન્નર (ઉ.વ. 60) નામના વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ , નૂતન સોસાયટીમાં રહેતા બુદ્ધરાજભાઈનો સોલાર પ્લેટની સફાઈ કરતી વેળાએ પગ લપસી જતાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં સારવાર હેઠળ તેમનું મોત થયું હતું.