પડાણામાં અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
copy image

ગાંધીધામ તાલુકાના પડાણામાંથી 30થી 35 વર્ષીય અજાણ્યા યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પડાણામાં મિની પંજાબ હોટેલની પાછળ બાવળની ઝાડીમાંથી ઢળતી બપોરે આ લાશ મળી આવી હતી. આ અજાણ્યો યુવાન શૌચ ક્રિયા માટે ટેકરી ઉપર બેઠો હતો ત્યાંથી પડી જતાં નીચે ગબડતાં તેને કપાળમાં પથ્થરો લાગ્યો હતો જેમાં તેનું મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું, તેમ છતાં મોતનું સ્પષ્ટ કારણ જાણવા વિશેરા લઈ એફ.એસ.એલ. માટે મોકલવામાં આવ્યા હતા તેમજ આ યુવાનની ઓળખ માટે તપાસ હાથ ધરાઈ હોવાનું પી.એસ.આઈ. કે. જે. વાઢેરે જણાવ્યું હતું