માધાપરમાં બીમારીથી કંટાળીને મહિલાએ તળાવમાં ઝંપલાવી જીવ ગુમાવ્યો
copy image

ભુજ તાલુકાના માધાપરમાં બીમારીથી કંટાળીને મહિલાએ તળાવમાં ઝંપલાવી જીવ દીધો હતો માધાપરના જૂનાવાસમાં રહેતા અને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હંસાબેને કંટાળીને જગાસર તળાવમાં ઝંપલાવ્યું હતું. તેમને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે તપાસ હાથ ધરી હતી.