રાપરમાં એક શખ્સ ઉપર ઊંધી કુહાડી-ધારિયા વડે હુમલો
copy image

રાપરના નવાં પરાં વિસ્તારમાં શખ્સ ઉપર ઊંધી કુહાડી, ઊંધા ધારિયા વડે હુમલો કરાતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. રાપરના ધાડધ્રોમાં રહેનાર ફરિયાદી રમેશ મેમા કોળી (મસાણિયા) નામનો શખ્સ કામ અર્થે રાપર બાજુ આવ્યો હતો. તે બાઇક લઇને જઇ રહ્યો હતો. તેવામાં ભરત હરજી કોળી, કિશોર આંબા કોળીએ તેને આંતરી તેના ઉપર ઊંધી કુહાડી, ઊંધા ધારિયા વડે હુમલો કર્યો હતો. બાદમાં હરજી વેલા કોળી અને આંબા કોળીએ તેને માર માર્યો હતો. ઘવાયેલા શખ્સને સારવાર અર્થે ભુજ લઇ જવાતાં તેના બે પગ તથા હાથની આંગળીમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. તા. 10-9ના બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.