ભુજમાં એક્ટિવાની ચોરી કરનાર ઈસમ ઝડપાયો

copy image

copy image

ભુજના ભીડનાકા વિસ્તારમાંથી પંદરેક દિવસ અગાઉ એક્ટિવા ચોરનારો આરોપી ધનજી રમેશભાઈ મહેશ્વરીને પોલીસે પકડી લેતાં ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નંબર પ્લેટ વિનાની એક્ટિવા લઈને જતા ઈસમ અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સરપટ ગેટથી ખારસરા મેદાન વચ્ચે પોલીસે આરોપીની ધરપકડ  કરી હતી અને વાહન અંગેના આધાર-પુરાવા માગતાં તેણે ભીડનાકા અંદર આવેલા ઢેબા ફળિયામાંથી આ વાહન ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.