અંજારમાં બિયરની 11 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

અંજારના વિજયનગર બોર તરફ જતા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ઈ બાઈક પર જતા ઇસમને બિયરની 11 બોટલો સાથે પકડી ગુનો નોંધ્યો હતો. અંજાર પોલીસ મથકની ટીમ વિજયનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વાગડીયા ચોકમાં રહેતો હીરેનગર ચમનગર ગોસ્વામી વિજયનગર બોર તરફ જતા રસ્તા પર પોતાના ઈ-બાઈક – પર વિદેશી દારુનું વેંચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ત્યાં જઈ ૫ રૂ.2,200 ની કીંમતના બિયરની 11 બોટલો સાથે હીરેનગરને પકડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી  કરી હતી.