અંજારમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી એક શખ્સને માર માર્યો હોવાની ફરિયાદ
અંજારમાં વ્યાજખોરીની બદી જાણે વર્ષોથી ઘર કરી ગઈ હોય તેમ એક પછી એક ફરીયાદો નોંધાઈ રહી છે, તેની વચ્ચે મોબાઇલ રિપેરિંગના વ્યવસાય સાથે જોડાયેલા યુવાને 20 હજાર 20 ટકા વ્યાજે લીધા પછી 30 હજાર ચુકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાની ફરિયાદ તેણે અંજાર પોલીસ મથકે નોંધાવી હતી. દબડા વિસ્તારમાં દાદા કાપડીનગરમાં રહેતા અને મોબાઇલ રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હર્ષ કિરણભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 19/9 ના રાત્રે તેઓ નિત્યકર્મ મુજબ જમીને સૂઇ ગયા બાદ પાર્થ સાધુ જેની પાસેથી તેમણે દોઢ વર્ષ પહેલાં 20,000 રૂપિયા 20 ટકાના વ્યાજે લીધા હતા તેણે ફોન કરી બહાર બોલાવતાં તે પાર્થે ઉભી રાખેલી સ્કોર્પિયો પાસે ગયા તો તેણે રૂ.20 હજારની ઉઘરાણી કરી મને કાલે જ રકમ જોઇએ એમ કહી ધક બુશટનો માર માર્યો હતો. તેમણે 20 હજારની સામે વ્યાજ સહિત રૂ.30 ચુકવ્યા છતાં પઠાણી ઘરાણી કરી માર મારનાર પાર્થ સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.