ગુડથરમાં ઝેરી પ્રવાહી પી લેનાર યુવાનનું મોત નીપજયું
copy image

અબડાસા તાલુકાના ગુડથરમાં રહેતા 45 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી લેતા મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ બનાવ ગુરુવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ખેતીનો વ્યવસાય કરતા નટુભા વેલુભા જાડેજાએ અંતિમ પગલું ભરી લીધું હતું.હતભાગીએ ગુડથર ગામના બસ સ્ટેન્ડ પાસે ઝેરી પ્રવાહી પી લીધો હતો.જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે નલિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી હતી.