ભચાઉના જંગીમાં સાતખેલી 22 હજાર રોકડ સાથે પકડાયા
ભચાઉ તાલુકાના જંગી ગામના કોલી વાસમાં જુગટું રમી રહેલા 7 શખ્સોને સામખિયાળી પોલીસે રૂ.22,700રોકડ સાથે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. સામખિયાળી પોલીસ મથકની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જંગીના કોલીવાસમાં અમુક શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગટું રમી રહ્યા છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી સુરેશભાઇ નાથુભાઇ સાલાણી, શામજીભાઈ નરસિંહભાઇ કોલી, નરેન્દ્રભાઈ ખીમજીભાઈ વાળંદ, વેરશીભાઈ રાણાભાઈ આહીર, શનિભાઈ કનુભાઈ કોલી, શોહીલભાઈ રસુલભાઇ સુમરા અને મનસુખભાઇ તરશીભાઈ કોલીને રૂ.22,700 રોકડ, રૂ.15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.37,700 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.