કાનેમર હત્યા કેસના ભાગેડુ આરોપીને અમદાવાદ એરપોર્ટ ઉપરથી દબોચી લેવાયો

copy image

copy image

કારખાનાનો ગેરકાયદે કબજો કરવા ફિલ્મી ઢબે કરાયેલા ફાયરિંગમાં એક યુવાનનું મોત નીપજતાં મામલો હત્યામાં પલટાયો હતો. પોલીસે આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૮ શખસોની ધરપકડ કરી હતી. જયારે ભાગેડુ ગાંધીધામના દિલીપ અયાચીને શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પરથી પૂર્વ કચ્છ પોલીસે દબોચી લઈ તેને કચ્છ પરત લાવી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ કાનમેરના રણમાં આવેલા મીઠાના કારખાનાનો ગેરકાયદે કબજો મેળવવા માટે ફિલ્મી ઢબે વાહનો અને બાઈકમાં આવી ૧૭ શખ્સોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે વ્યક્તિઓને ઈજા થયા પછી એક યુવાનનું મોત નીપજતાં સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના નેજા હેઠળ ખાસ ઓપરેશન હાથ ધરી ૧૬ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે એક શખ્સ કાજા રબારી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. પોલીસે પકડેલા શખ્સોની પૂછપરછ કરતા કચ્છના ત્રણ મોટા માથાઓના નામો ખુલ્યા હતા, જેમાં ભચાઉ નગરપાલિકના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રદાન ગઢવી, ગાંધીધામના રાયફલ કલબ ચલાવતા દિલીપ અયાચીના નામો ખુલ્યા હતા. આથી ભચાઉના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડાના નેજા હેઠળ તેઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન નરેન્દ્રદાન ગઢવી અને ત્યારપછી અશોકસિંહ ઝાલા પોલીસ સમક્ષ હાજર થતાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન અમદાવાદના એરપોર્ટ પરથી દિલીપ અયાચીને દબોચી લીધો હતો. જેને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.