ભારાપરની મહિલા સહિત ૩ શખ્સોએ તરુણીનો હાથ પકડી જાહેરમાં છેડતી કરી
ભુજ તાલુકાના ભારાપરની મહિલા સહિત ૩ શખ્સોએ નારાણપર ગામના રાધાક્રિષ્ના મંદિરના ચોકમાં તરુણીનો હાથ પકડી છેડતી કરી ગાળો ભાંડયાની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાવતાં પોલીસે પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ ભારાપર ગામે રહેતા મિલન જયંતીભાઈ મહેશ્વરી, સચિન મહેશ્વરી નામના યુવાનોએ ગુરુવારે સાંજના અરસામાં એક તરુણીતેની બહેનપણી સાથે પગપાળા જઈ રહી ત્યારે બંને શખ્સોએ બાઈક લઈ તેનો પીછો કરી નારણપરના રાધાક્રિષ્ણા મંદિરના ચોક પાસે તરુણીની હાથ પકડી છેડતી કરી હતી. આ મામલે સ્થાનિકલોકો એકત્રિત થઈ જતાં મામલો ગરમાયો હતો. આથી મિલન જયંતીભાઈમહેશ્વરીએ ફોન કરીને તેની માતા ગૌરીબેન જયંતીભાઈ મહેશ્વરીને બોલાવતાં તેઓ સોકતભાઈ સમાની કારમાં બનાવ વાળા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તમામે ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી નાસી ગયા હતા. આથી આ બનાવ અંગે માનકુવા પોલીસમાં તરુણીની છેડતી કરી ગાળો ભાંડયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા સહિત ચારેય સામે બી. એન.એસ. કલમ ૭૮(૧) (૧), ૭૫(૧) (૧), ૨૯૬ (બી) તથા પોક્સો એક્ટની કલમ ૧૧, ૧૨, ૧૭ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી માનકુવા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એન.વસાવાએ હાથ ધરી હતી.