પ્રોહીબીશન નો રૂ.૭,૩૬,૮૬૦/- નો ગણનાપાત્ર કેસ શોધી LCBપુર્વ -કચ્છ, ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાની એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પ્રોહી.બુટલેગર નિલેશ ઉર્ફે ટીંડુ સોલંડી (માલી) રહે. પુરૂષોતમનગર,મેઘપર (બો) તા.અંજાર વાળાની માલીડીનો વર્ષામેડી સીમ તા.અંજાર ખાતે અંબીકાનગર-૨ માં પ્લોટ નં. ૬૧૫ વાળામાં બનાવેલ અંડર ગ્રાઉન્ડ ટાંકામાં ગે.કા.રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે અને હેરફેર કરવાની તૈયારી કરી રહેલ છે. જેથી એલ.સી.બી.ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૩૬૭૨ મળી આવતા મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓનાં નામ :(૧) નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી) ઉ.વ. ૩૫ ૨હે. પ્લોટ નં. ૧૦૮,પુરૂષોતમનગર, મેઘપર (બો) તા.અંજાર(પ્રોહી. બુટલેગર) (૨) દિપકભાઈ કાંતીલાલ ઠક્કર ઉ.વ. ૪૮ ૨હે. પ્લોટ નં. ૧૪૫/એ,વિજયનગર, સવાસર નાકા અંજાર (3) મંગલ વિક્રમસિંગ નાયક ઉ.વ. ૩૨ મુળ રહે. ગામ સુંદરપુર પોસ્ટ-નૌગવા,તા. વિદહુલા જી.ઓરૈયા (યુ.પી) હાલ ૨હે. પ્લોટ નં. ૬૧૫,અંબીકાનગર-૨,વર્ષામેડી સીમ તા.અંજાર (૪) ૨મેશકુમાર નરનારામ ચૌધરી (જાટ) ઉ.વ. ૨૦ રહે. નવાપુરા, થાના- બાકાસર,તા.ફાગલીયા જી.બાડમેર રાજસ્થાન ,હાજર ન મળી આવેલ આરોપીનું નામ (૧) અંડિત ચૌધરી રહે. સાંચોર રાજસ્થાન (માલ મોકલનાર) આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.