આખરે ક્યારે બનશે  ભુજ મુન્દ્રા રોડ? ક્યારે ગામ લોકોને ઓવરલોડ ચાલતી યમરાજ સમાન ટ્રકો થી ખાડાઓ અને ધૂળો થી મળશે મુક્તિ ?ક્યારે બનશે બાયપાસ?બનશે કે માત્ર લોલીપોપ?

કેરા તા,ભુજ  અવાર નવાર નહીં પણ કાયમ ચર્ચામાં રહેતો ભુજ મુન્દ્રા રોડ ગામડાઓ વરચે થી યમરાજ સમાન ચાલતી ઓવરલોડ ટ્રકો અને કન્ટેનરો થી ગામ લોકો ત્રાસી ગયા છે નારાણપર પાટિયા (બીટી સડક) થી લઈ કેરા સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયેલ છે જેમાં કેરા ગામમાં તો ખાડાઓ અને ધૂળ ઉડવાથી વેપારીઓ અને લકોને જીવવું મુશ્કેલ બની ગયું છે સાંસદ કે ધારાસભ્યો કે અન્ય કોઈ અધિકારી કંઇક નાનો પ્રોગ્રામ હોય તો ફોટા પડાવવા માટે ગમે ત્યાંથી પહોંચી આવે છે તો સુ આ રસ્તાઓ ની સમસ્યા નથી દેખાતી? માત્ર વોટ લઈ ધારાસભ્યો,સાંસદ કે અન્ય નેતાઓ પછી ગામડાઓમાં દેખાતા પણ નથી કારણકે એમને ખબર છે જો જાસુ તો લોકો સવાલ કરશે બસ આપણા તો ખિસ્સા બેઠે બેઠે ગરમ થાય છે ને લોકો જાય તેલ લેવા ભલે રજૂઆતો કર્યા રાખે આવતે મહિને 3 ઓકટોબર થી નવરાત્રી નો પ્રારંભ થશે જેમાં 28 થી 30 સપ્ટેમ્બર સુધી પદયાત્રીઓ નો પ્રવાહ ચાલુ થશે જેમાં લોકોને ટોર્ચ નહી પણ બેટરી સાથે ફોક્સ લાઈટ રાખવી પડશે એટલા ખાડાઓ નડતર રૂપ બનશે જેથી પદયાત્રીઓ ને પણ ધ્યાનથી  જોઈને ચાલવું કારણકે સરકાર ને લોકોની કોઈ પડી નથી તમને તમારી સેફટી રાખવી પડશે વિકાસ વિકાસ ની વાતો કરી પણ ગામડાઓમાં વિકાસ ગામ લોકો જોઈ રયા છે વિકાસ માત્ર સરકારી અધિકારીઓ અને નેતાઓ નો થાય છે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે