ડીસા રૂરલ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો

બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં દારૂ-જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે બાબતે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી પી.એલ. વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ,પ્રવીણભાઈ, લક્ષ્‍મણસિંહ, મહેશભાઈના સ્ટાફે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે યાવરપુરા નજીક ટાટા સફારી ગાડી નં. જીજે 08 એપી 3072 ઝડપી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ 592 કિંમત રૂ.1,54,600 નો તથા મોબાઈલ નગ  2. કિંમત રૂ.5,500 તથા ગાડી કિંમત રૂ.7,00,000 એમ કુલ મુદામાલ કિંમત રૂ.8,60,100 મળી આવેલ તેમજ ચાલક પ્રવિણસિંહ નગસિંહ સોલંકી રહે સાચોર રાજસ્થાન વાળો ઝડપાઇ જઇ તેમજ પ્રેમસિંહ રાજપૂત સાચોરવાળા એ દારૂ ગાડીમાં ભરાવેલ તેમજ સદરે દારૂ કલોલમાં પ્રવિણસિંહ ઉર્ફે પી.કે ને આપવાનો હોઈ ઉપરોક્ત બધા સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એકટ હેઠળ તપાસ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *