ગાંધીધામમાં ચોખા ચોરીનો આઠ માસથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
ગાંધીધામના સેક્ટર-12, પ્લોટ 7-એમાં આવેલ અંબિકા ગોદામમાંથી રૂા. 4,29,000ની 104 બોરી ચોખાની ચોરી થઈ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદ ભાટિયા, રામા અરજણ રબારી, પ્રદીપ રસિકલાલ જોશી વગેરેને પકડી પાડયા હતા. બનાવમાં અજય રામજી વેગડની સંડોવણી બહાર આવી હતી. છેલ્લા આઠ માસથી તે પકડમાં આવતો ન હતો દરમ્યાન બી-ડિવિઝન પોલીસે તેને પકડી પાડયો હતો. બનાવનો હજુ એક આરોપી હાથમાં આવ્યો નથી.