અમદાવાદમાં 1.25 કરોડની ચીટીંગ કરનાર ભુજનો શખ્સ ઝડપાયો

પશ્ચિમ કચ્છ એલસીબીએ અમદાવાદના બાપુનગર પોલીસ મથકે નોધાયેલા 1.25 કરોડની ચીટીંગના ગુનામાં ફરાર ભુજના આરોપીને પકડી પાડ્યો હતો એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદના બાપુનગર પોલીસ મથકે નોધાયેલા 1.25 કરોડની ચીટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી હનીફ હુશેન મીર હાલ રેલ્વે સ્ટેશનથી ભીડનાકા તરફ જતા રોડની બાજુમાં આવેલ ચાની દુકાન પાસે હાજર છે.બાતમીને આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.