આદિપુરના  બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક ચોરાઈ

copy image

copy image

આદિપુર બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા. આદિપુર પોલીસ મથકે નરસંગભાઈ રેવાભાઈ મકવાણાએ અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે તેમણે ગત 13/5થી 17/5સુધી તેમની મોટર સાઈકલને બસ સ્ટેશનના અંદરના ભાગે પાર્ક કરી હતી. 25 હજારની આ બાઈકને કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરીને લઈ ગયા હતા. આદિપુર બસ સ્ટેશન  આસપાસ અસામાજિક પ્રવૃતિઓ  વધી હોવાના અહેવાલ સાંપડતા રહે છે ત્યારે સહીં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તેમજ સીસીટીવી  પણ તપાસવામાં આવે તે જરૂરી બન્યું છે.