દારૂના ચાર ગુનામાં નાસ્તો-ફરતો કેરાનો આરોપી હરિયાણાથી દબોચાયો
પદ્ધર, માધાપર અને મુન્દ્રા પોલીસ મથકે નોધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા કેરાના આરોપીને હરિયાણાથી પકડી પાડ્યો હતો. એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ પદ્ધર, માધાપર અને મુન્દ્રા પોલીસ મથકે નોધાયેલા ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સુચના આપી હતી.દરમિયાન બાતમી મળી હતી કે, મુળ પાણીપતનો અને કેરામાં રહેતો આરોપી વીકી ધર્મેન્દ્ર તુર હાલે પાણીપત ખાતે હોવાની બાતમી મળી હતી.જેથી એલસીબીના સ્ટાફે સ્થાનિકે જઈ તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.જેને ભુજ લઇ આવ્યા બાદ પદ્ધર પોલીસને હવાલે કરાયો હતો.