ગાંધીધામમાં પત્નીએ રૂપિયા ન આપ્યા તો પતિએ દીકરાને છરી મારી
ગાંધીધામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેમાં આરોપી પતિ- પત્ની પાસે રૂપીયા માંગતો હતો, જે ન આપતા તેણે પોતાનાજ પુત્રને છરી મારી દીધી હતી. ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકે ખોડીયાર નગરમાં રહેતા મનીષાબેન મનદીપભાઈ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી તેમના પતી મનદીપ રાજસિંઘ ગત 21/9ના મોડી રાત્રે 3:40ના તેમનો પતિ ફરિયાદી પત્ની પાસેથી 500 રૂપીયા માંગતો હતો, જે આપવાની ના પાડતા અપશબ્દો બોલીને ઉશ્કેરાઈ આરોપીએ દિકરા વીર ને જાનથી મારવાની ધમકી આપી ગળામાં છરી મારતા આઠ ટાંકા આવ્યા હતા, પોલીસે આરોપીને પકડી પાડયો હતો.