દારૂ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા
પૂર્વ કચ્છના અંજાર અને આડેસર પોલીસ મથકે નોધાયેલા ચોરી અને દારૂના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને પેરોલ ફલો સ્કવોડે ઝડપી લીધા છે.પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે ચોરીના ગુનામાં ફરાર અંજારના આરોપી સકીલ આદમ સમેજાને ઝડપી લીધો હતો. જેને અંજાર પોલીસ મથકે સોપવામાં આવ્યો છે.બીજી તરફ આડેસર પોલીસ મથકે નોધાયેલા દારૂના ગુનામાં ફરાર બનાસકાંઠાના આરોપી કીર્તિ ગણેશ મારાજને ઝડપી લેવાયો છે. છેલ્લા નવ મહિનાથી ફરાર આરોપી ભાભર રાધનપુર રોડ પર હોવાની બાતમીને આધારે ઝડપી લઇ આડેસર પોલીસને હવાલે કરી દેવાયો હતો.