કિડાણામાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ઝડપાયા
ગાંધીધામ તાલુકાના કિડાણામાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારીઓને પકડી પાડી પોલીસે રોકડ રૂા 21,300 હસ્તગત કર્યા હતા. કિડાણાના યોગેશ્વરનગરમાં મેદાન પાસે પોલીસે છાપો માર્યો હતો. અહીં અમુક ઇસમો પત્તા રમી રહ્યા હતા. ત્યારે અચાનક આવેલી પોલીસે અવદેશ રામકુમાર શર્મા, રામબ્રેશ બદનસિંઘ યાદવ, મનોજકુમાર મહાવીરસિંહ યાદવ, ઉદયસિંઘ અમરસિંઘ ચૌહાણ, બાબુ રૂપસિંઘ રાજપૂત, માધવસિંઘ રામકિશન રાજપૂત, અશોક ગંદરભસિંઘ યાદવ, ઉમેશ વીરસિંઘ યાદવ તથા જેપાલ ગંદરભસિંઘ યાદવ નામના ઇસમોને પકડી પાડયા હતા. જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા અને પોલીસના હાથે પકડાયેલા આ ઇસમો પાસેથી રોકડ રૂા. 21,300 જપ્ત કરાયા હતા.