નલિયાના યુવાન સાથે ભુજના બે શખ્સો દ્વારા છેતરપિંડી
નલિયાના યુવાન પાસેથી ભુજના બે શખ્સો સાત લાખની કાર રોકડા રૂા. 1.51 લાખ આપી બાકી રકમનો ચેક આપી લઇ લીધી હતી અને બાકી રકમનો ચેક પરત ફરતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે નલિયા પોલીસ મથકે નલિયાના મુસ્તાક અબ્દુલા મેમણે નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીઓ ધર્મેશ દામજી કન્નડ અને આદમ હુસેન નોડે (રહે. બંને ભુજ)એ સાથે મળી ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદીની માલિકીની મારુતિની ઇકો ગાડી કિં. રૂા. 7,01,000માં ખરીદી જેમાં રૂા. 1,51,000 રોકડા આપી બાકી રૂા. 5.49 લાખનો ચેક આપી આ અંગે ધર્મેશે નોટરી લખાણ કરી આપ્યું હતું. બાકી નીકળતી રકમ ચૂકવવી ન પડે તે અર્થે પોતાના બેંક ખાતામાં પૂરતું ભંડોળ ન રાખી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.