કુંભારિયાની વાયરચોરીનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
copy image

અંજાર પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પકડી પાડયો હતો. ખંભરા ગામમાંથી શ્રીકાંતસિંહ હરિસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો તેમજ કુંભારિયા સીમમાં પવનચક્કીમાંથી વાયરચોરીના બનાવમાં એક વર્ષથી નાસતા-ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સ્થાનિક પોલીસે પકડી પાડયો હતો.