ગાંધીધામના સુંદરપુરીમાં ગૌમાંસ સાથે મહિલા સહિત બેની ધરપકડ
copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં મોપેડથી માંસ વેચવા આવેલા એક મહિલા અને શખ્સને પોલીસે પકડી પાડયા હતા. બંને પાસેથી પકડાયેલ 30 કિલો ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામના નવી સુંદરપુરીમાં તલાવડી વિસ્તારમાં એક મહિલા તથા એક શખ્સ ગૌમાંસ વેચવા આવ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તલાવડી વિસ્તારમાં એક શેરીમાં વોચ ગોઠવી હતી તેવામાં જ્યુપીટર આવતાં પોલીસે તેને રોકાવ્યું હતું. વાહનમાં આગળના ભાગે કાપડના ત્રણ થેલા મળી આવ્યા હતા, જે થેલામાં તપાસ કરાતાં તેમાં પશુનું માંસ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન, રાધનપુર-પાટણના યાસ્મીનબેન ઇશાક તથા ખોડિયારનગરના રેવા ગોવા સોલંકીને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે પશુ ચિકિત્સકને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવી બાદમાં નમૂના પૃથ્થકરણ અર્થે એફ.એસ.એલ.માં મોકલી આપ્યા હતા. ત્યાંથી આ માંસ ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હોવાનું પી.આઇ. એમ. ડી. ચૌધરીએ જણાવ્યું હતું. બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.