માંડવીના નાની મઉંમાં જમીન મુદ્દે મારામારી : સામસામી ફરિયાદ

copy image

copy image

માંડવી તાલુકાના નાની મઉં ગામની સીમમાં સર્વે નં. 157/3વાળી જમીનની માલિકી મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થતાં સામસામી ફરિયાદ નોંધાવાઇ  હતી. મોટી મઉં રહેતા નાનબાઇ ધનજીભાઇ ચંદેએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ તથા સાહેદોની માલિકીની જમીન ઉપર તા. 22/9ના સવારે પથ્થર વીણી જમીન સાફ કરી રહ્યા હતા ત્યારે આરોપી દેવપરના ગુલાબબા ખાનજી જાડેજા, કિરણબા મયૂરભા જાડેજા આવ્યા હતા અને આ જમીન અમારી માલિકીની છે, તમે કેમ સાફ કરો છો તેમ કહી ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કરી હાથો વડે માર મારી ઇજા પહોંચાડી હતી. ગઢશીશા પોલીસે એટ્રોસીટી સહિતની વિવિધ કલમો હેઠળ  ફરિયાદ નોંધી હતી. સામા પક્ષે ગુલાબબાએ પ્રતિ ફરિયાદમાં લખાવ્યું છે કે, આરોપી ધનજી સામજીભાઇ ચંદે, નેણબાઇ સામજી ચંદે અને પાયલ ધનજી ચંદેએ ફરિયાદ અને સાહેદો સાથે બોલાચાલી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.