રાજકોટ સીટીના મોટરસાયકલ તસ્કરીનો ભેદ ઉકેલતી મોરબી એલ.સી.બી.

મોરબીને વાહન તસ્કરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા એલ.સી.બી. ટીમ  વાહન તસ્કરીના ગુનાઓ શોધવાની કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. શાખાના પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા તથા યોગીરાજસિંહ ઝાલા જાડેજાને મળેલ હકીકત આધારે દેવો ઉર્ફે જોગી રાજુભાઇ મુંજારીયા રહે. જવાળા મુખી મેલડીમાના મંદીરે, રવાપર તા.જી મોરબી વાળાને ઝડપી તેના કબ્જામાથી મોટર સાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦ નું મળી આવતા જપ્ત કરી આ મોટર સાયકલ બાબતે પુછપરછ કરતાં આ મોટર સાયકલ તેણે રાજકોટ કેશવ વિધાલય પાછળ, સુભાષ નગર મેઇન રોડ, બગીચા નજીકથી તસ્કરી કરેલ હોવાનું જણાવેલ. જેથી આ મોટરસાયકલ બાબતે ખરાઈ કરતાં રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૫૪/૨૦૧૯ આઇ.પી.સીના કામે તસ્કરીમાં ગયેલ હોય જેથી આ મોટરસાયકલ જપ્ત કરી રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સોંપી વાહન તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *