મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવી પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા એકટીવા મોટર સાયકલ નંબર જીજે ૩૬ સી ૨૧૭૪ ને રોકી તપાસ કરતાં બે બોટલ શરાબ કિંમત રૂ. ૧,૦૪૦ મળી આવતા તાલુકા પોલીસે એકટીવાચાલક મનોજસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ ઝાલા (ઉ.વ.૨૪) રહે પીપળી દરબારગઢ તા મોરબીવાળાને પકડી પાડીને એકટીવા સહિત કુલ ૨૧,૦૪૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.