વડોદરા: IPLની મેચો પર સટ્ટો રમાડતા વધુ 2 શખ્સો પકડાયા, સૂત્રધાર વોન્ટેડ

વડોદરામાં આઈપીએલની મેચો પર સટ્ટો રમવાના એક પછી એક બનાવો બની રહ્યા છે. ગત રાત્રિના અરસામાં કારેલીબાગ આનંદનગર ખાતે સટ્ટો રમાડવાના વધુ એક બનાવમા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આનંદનગર ખાતે સ્કાય હારમોની રેસીડેન્સી નજીક જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે દરોડો પાડી હાર્દિક પ્રવીણભાઈ પટેલ રહે.અજીતા નગર, વિભાગ-2, ઈએમઈ સામે, સમા સાવલી રોડ અને અનિકેત ભરત ભાઈ શાહ રહે.આનંદ નગર, કારેલીબાગને પકડી પાડી રોકડા રૂપિયા 8 હજાર અને 2 મોબાઇલ જપ્ત કર્યા હતા. ક્રિકેટનો સટ્ટો નાગરવાડાનો જહીર હુસૈન ગુલામ મહંમદ લાખાજી પાસે કપાવવામાં આવતો હોવાની વિગતો મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *