મોટી સિંધોડીના વાડીવિસ્તારમાં ધાણીપાસાનો જુગાર રમતા છ જુગારી ઝડપાયા

copy image

copy image

અબડાસા તાલુકાના મોટી સિંધોડીના વાડીવિસ્તારમાં ખેતરમાં ધાણીપાસા વડે જુગાર રમતા છ ખેલીને પોલીસે પકડી પાડયા હતા. વહેલી સવારના અરસામાં  જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી અને મોટી સિંધોડી પહોંચતા બાતમી મળી હતી કે, વાડીવિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો છે. આથી ખેતરમાં ગોળ કુંડાળું કરી ધાણીપાસા વડે રમાતા જુગાર પર દરોડો પાડતા અમુક શખ્સો  અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા. આ દરોડામાં યોગેશ નારાણભાઈ ગઢવી, ચંદુભાઈ રતનભાઈ ગઢવી (રહે. બન્ને કોટાયા તા. માંડવી) અને પાલુ શંભુ ગઢવી (મોટી ઉનડોઠ તા. માંડવી), હાર્દિક રાજેશ ભટ્ટ (માંડવી) તેમજ વિશ્રામ આયદાન ગઢવી અને ચંદ્રસિંહ કરશનભાઈ ગઢવી (રહે. બન્ને મોટી સિંધોડી)ને રોકડા રૂા. 5,000 તથા ચાર મોબાઈલ કિં. રૂા. 5,500ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.